top of page

“ શોધ”

ભટકી ભટકીને ભૂલા પડ્યા તો ય ના, આવ્યા હરિ હાથ

જોજનો દૂર પંથ વિસ્તરતો જાય કેમે ન ચરણો દે સાથ

એ ઘૂઘવતા પૂરમાં છૂપ્યા હશે કે

હશે ખળખળ વ્હેતા શીત ઝરણે ,

ફૂલોએ સ્મિત તણી આંગળી ચીંધી

ઝાકળમાં શાશ્વત પરમ ક્ષણે .


નામ એનું કોતર્યું તું પાંખે પતંગિયાની, ઉકલ્યા ન અક્ષર હે નાથ

ભટકી ભટકીને ભૂલા પડ્યા તો ય ના, આવ્યા હરિ હાથ


ચારે દિશાને પુછ્યું ને અંબરને પુછ્યું

તો બોલ્યા સૌ નામ એક, ધરતી ,

સરનામું શોધવામાં આયખું અટવાયું

હવે, અશ્રુની ધારા જાય સરતી .


મઘમઘતી માટીએ કાનમાં કહ્યું,” તારી ભીતર ભમે છે તારો ઈ નાથ”

ભટકી ભટકીને ભૂલા પડ્યા તો ય ના, આવ્યા હરિ હાથ.


નીતિન.વિ. મહેતા.



Recent Posts

See All
સમજણ

મને જીંદગીએ દીધી સરળ સમજણ, કે સંવારી લીધી મેં મારી પ્રત્યેક ક્ષણ અડાબીડ મારગે મળ્યા કંઈક કાંટા છતાં ચાલ્યા સતત ન થંભ્યા ચરણ મને જીંદગીએ...

 
 
 

Comments


CONTACT

US

NITIN MEHTA

Mob No. 9821617327

E-mail ID - mehtanitin.43@gmail.com

MUMBAI, INDIA 

TELL

US

Thanks for submitting!

bottom of page