top of page

સમજણ

મને જીંદગીએ દીધી સરળ સમજણ,

કે સંવારી લીધી મેં મારી પ્રત્યેક ક્ષણ

અડાબીડ મારગે મળ્યા કંઈક કાંટા

છતાં ચાલ્યા સતત ન થંભ્યા ચરણ

મને જીંદગીએ દીધી સરળ સમજણ,


પ્રશ્નો અપાર નડ્યા પગલે પગલે

મળ્યા ધબકારે ધબકારે ઉત્તર,

આશા કેરી ઝળહળ જ્યોત

શ્રધ્ધા તણો ઉજાસ, નિરંતર.

મૃગજળનો રાખી મલાજો

મેં પાર કર્યું, આ જીવન રણ

મને જીંદગીએ દીધી સરળ સમજણ,


અણગમતું તો મળ્યું અઢળક

મળ્યું અલ્પ ગમતું તે, માણ્યું

અનુભવોના અણસારે નખશિખ

આ જીવતરને, પીછાણ્યું.

ફૂલ ખુશીના હૈયે ધરી

સૌરાભનું કર્યું, સમર્પણ.

મને જીંદગીએ દીધી સરળ સમજણ.


નીતિન વિ મહેતા


Comments


CONTACT

US

NITIN MEHTA

Mob No. 9821617327

E-mail ID - mehtanitin.43@gmail.com

MUMBAI, INDIA 

TELL

US

Thanks for submitting!

bottom of page