સાગર તટે
- NITIN MEHTA
- May 8, 2021
- 1 min read

સાગર તટે ફરતાં ફરતાં, જોયાં ભાતીગળ રંગો
ઋજુ આંગળીએ વેળુમાં અંકિત કર્યા ઉમંગો.
ઉછળતો જલધિ
અહી હૈયાં બે ઊછળે,
એકમેકને રહી અડોઅડ
આંખ, આંખમાં ભળે.
આથમતી સંધ્યાની સામે, ઉઘડે ઊર્મિ તરંગો.
દૂર ક્ષિતિજે ડૂબે સૂરજ
શરમનો શેરડો પડે
જળનું રાતું પોત નિરાળું
મોજામાં આથડે
ધવલ ફીણને મથે ચૂમવા, ભૂરા આભાના રંગો.
જોયાં ભાતીગળ રંગો
નીતિન વિ મહેતા
Comentários