કાગડો
- NITIN MEHTA
- Apr 24, 2021
- 1 min read
Updated: May 5, 2021

કાગડો, રહી રહી કરગરે
કોઈ દીયો સૂરીલો કંઠ, કોઈ દીયો ઉછીનો રંગ,
લઈ આશની ઝોળી આંખમાં, એ
ઠેર ઠેર બસ, ફરે.
કાગડો, રહી રહી કરગરે
પ્રભુએ દીધું રૂપ કુત્સિત ને કર્કશ કંઠ,
એમાં મારો, શુ છે દોષ
વિહંગ તણો અવતાર, છતાં
ઠાલવે, મુજ પર સૌ કાં રોષ?
ના પામ્યો કોઈનો સ્નેહ હુંફાળો,
જગ અવગણના, કરે
કાગડો, રહી રહી કરગરે.
નીજ પાંખોમાં આખું આભ ઝીલું
વૃક્ષો પર વેરું વ્હાલ,
મૂલ્ય વિહોણો તો યે શાને
એ પજવે રોજ સવાલ.
ના પુનર્જન્મ છું, હું કોઈનો
ન મુજમા જીવ અવરનો, અવતરે
કાગડો, રહી રહી કરગરે.
નીતિન વી મહેતા
Comments